અફવાઓ અને સોશિયલ મિડીયાના દુષ્પ્રચારથી દૂર રહેવા જામનગરની જનતાને સંબોધન કરતા પોલિસ અધિક્ષક શરદ સિંઘલ

જામનગર, તા. ૨૧ ડિસેમ્બર, નાગરિકત્વ સુધારણા અધિનિયમ અન્વયે હાલમાં રાજ્ય અને દેશભરમાં અનેક સ્થળો પર હિંસાત્મક પ્રદર્શનો જોવા મળ્યા છે. ત્યારે જામનગરની જનતાને જિલ્લામાં શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા જિલ્લા સમાહર્તા રવિશંકર અને પોલીસ અધિક્ષક શરદ સિંઘલ દ્વારા અપીલ કરવામાં આવી હતી. જામનગરની જનતાને સંબોધન કરતા જિલ્લા કલેકટર રવિશંકરે કહ્યું હતું કે, નાગરિકત્વ સુધારણા અધિનિયમ સ્વયં સ્પષ્ટ કાયદો છે. સમાજના કોઈપણ વર્ગને આ અધિનિયમ અન્વયે નુકસાન થતું નથી. પરંતુ આ અધિનિયમ વિશેની લોકોની અસ્પષ્ટ જાણકારીનો લાભ લઇ સમાજના ઉપદ્રવી તત્વો લોકોને ઉશ્કેરી રહ્યા છે અને હિંસા ભડકાવી રહ્યાં છે. … Continue reading અફવાઓ અને સોશિયલ મિડીયાના દુષ્પ્રચારથી દૂર રહેવા જામનગરની જનતાને સંબોધન કરતા પોલિસ અધિક્ષક શરદ સિંઘલ